Face of Nation 05-12-2021: ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે.
The unfortunate incident leading to killing of civilians at Oting, Mon is highly condemnable.Condolences to the bereaved families & speedy recovery of those injured. High level SIT will investigate & justice delivered as per the law of the land.Appeal for peace from all sections
— Neiphiu Rio (@Neiphiu_Rio) December 5, 2021
નાગાલેંડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને સમગ્ર મામલે SIT ની રચના કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોન જિલ્લામાં થયેલ ઘટના અત્યંત નીંદનીય છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગની ઘટનાથી ખૂબ વ્યથિત છું અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય SIT આ ઘટનાની તપાસ કરીને ન્યાય આપવામાં આવશે.
Anguished over an unfortunate incident in Nagaland’s Oting, Mon. I express my deepest condolences to the families of those who have lost their lives. A high-level SIT constituted by the State govt will thoroughly probe this incident to ensure justice to the bereaved families.
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) December 5, 2021
ઉલ્લેખનીય છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા. ઘટનાનાં સમાચાર ફેલાયા બાદ આખા વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)