Face of Nation 05-12-2021: ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ્યનો બીજો ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.
મળતી જાણકારી અનુસાર, દક્ષિણ આફ્રિકાથી લિંબડી આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીના સેમ્પલ તપાસ અંગે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. બે દિવસ બાદ ઓમિક્રોન વેરિઅન્ટના સેમ્પલનો રિપોર્ટ આવશે.
કોરોના વાયરસનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના 38 દેશોમાં પહોંચી ગયું છે. જોકે આના કારણે અત્યાર સુધી એક પણ મૃત્યુ થયું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ આ જાણકારી આપી છે ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે વિશ્વભરના અધિકારીઓએ ઓમિક્રોનને રોકવા માટે ઝડપી પગલાં લીધાં છે. તેને ફેલાતા અટકાવી શકાય તે માટે ચેતવણી આપવામાં આવી છે. સંગઠને કહ્યું કે ઓમિક્રોન વૈશ્વિક આર્થિક રિકવરીને નુકસાન પહોંચાડી શકે છે. યુએસ અને ઓસ્ટ્રેલિયાએ વેરિઅન્ટના સ્થાનિક રીતે સંક્રમિત કેસોની પુષ્ટિ કરી છે.
ઓમિક્રોન વેરિઅન્ટના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સંખ્યા હવે 3 મિલિયન સુધી પહોંચી ગઈ છે. WHO એ ચેતવણી આપી છે કે આ પ્રકાર કેટલો ચેપી છે, શું તે વધુ ગંભીર રોગનું કારણ બની શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)