Home News લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને દબોચ્યા, સેનાને મળી મોટી સફળતા

લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને દબોચ્યા, સેનાને મળી મોટી સફળતા

Face of Nation 06-12-2021: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત થયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એએનઆઈને જણાવ્યુ કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકીઓને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા શોપિયાંમાં એક સંયુક્ત અભિયાનમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમના કબજાથી હથિયાર અને દારૂ-ગોળા જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રમાણે આંતકીઓની ઓળખ ડૂમવાની કીગમ નિવાસી શાહિદ અહમદ ગૈને અને પિંજુરાના કિફાયત અયૂબ અલીના રૂપમાં થઈ છે. તેને રામબી આરાની પાસે ડૂમવાલી ગામથી ઝડપી લેવામાં આવ્યો છે. એક ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા પોલીસ, 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને 14 બટાલિયન સીઆરપીએફના વિસ્તારમાં એક સંયુક્ત ઘેરો અને સર્ચ અભિયાન શરૂ કર્યુ. પોલીસ જ્યારે પહોંચી તો બદમાશોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.

કાયદાની સંબંધિત કલમો હેઠળ આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આ આતંકવાદીઓ પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, બે ચાઈનીઝ ગ્રેનેડ, આઠ પિસ્તોલ રાઉન્ડ અને રૂ. 2.9 લાખ રોકડા જપ્ત કર્યા છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)