Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના પોઝીટીવના કેસોમાં વઘારો કે ઘટાડો?...

દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના પોઝીટીવના કેસોમાં વઘારો કે ઘટાડો? જાણો

Face of Nation 06-12-2021: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 59માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 161માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8306 નવા કેસ નોંધાયા છે અને 221 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 552 દિવસના નીચલા સ્તર 98,416 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5108 કેસ નોંધાયા છે અને 315 સંક્રમિતોના મોત થયા છે. બિહારમાં 2426 લોકોના કોરોનાથી મોત થયા છે.રવિવારે 8895 કેસ અને 2796 સંક્રમિતોના મોત નોંધાયા હતા.

શનિવારે 8603 કેસની સામે 415 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 9216 નવા કેસ નોંધાયા હતા અને 391 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે 9465 કેસ અને 477 સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે 8954 કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં અત્યાર સુધીમાં 127,93,09, 669 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 24,55,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 50 હજાર 692
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 69 હજાર 608
એક્ટિવ કેસઃ 98 હજાર 146
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 537 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)