Face of Nation 06-12-2021: સામાજીક સંસ્થા સાથે સંકળાયેલી યુવતીની આત્મહત્યા મુદ્દે રોજે રોજ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ નવા વળાંકો આવતા જાય છે. વડોદરા કેસમાં આજે FSL નો અહેવાલ આવ્યા બાદ વધારે ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. એફએસએલ દ્વારા સોંપાયેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો કે, યુવતી સાથે દુષ્કર્મ થયું જ નહોતું. જ્યારે સાક્ષીઓનો દાવો છે કે, તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે બે યુવકો તેને જોઇને ભાગ્યા હતા. જ્યારે તેને પડકારતા પહેલા તેમે યુવતીને ઉભી કરી હતી ત્યારે તે અર્ધનગ્ન હાલતમાં અને ખુબ જ ગભરાયેલી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી હતી તે ઓએસીસ સંસ્થા વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમબ્રાંચ દ્વારા ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયર, સંજીવ શાહ અને વૈષ્ણવી ટાપરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ઇન્ડિય પિનલ કોડ 176,202 અને 114 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નરે ACP ક્રાઇમને તપાસ સોંપી હતી. હાલ તો આ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થા દ્વારા આટલી ગંભીર ઘટના છુપાવવામાં આવી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. માહિતી છુપાવવા અને પોલીસને તપાસમાં સહયોગ નહી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એફએસએલનો અહેવાલ આવ્યા બાદ પોલીસ પણ ગુંચવણમાં મુકાઇ છે. સાક્ષીઓ જે પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે તેના પરથી દુષ્કર્મ થઇ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. તો બીજી તરફ એફએસએલ દ્વારા કોઇ દુષ્કર્મ નહી થયું હોવાનો અહેવાલ સોંપવામાં આવ્યો છે. જેના કારણે હવે પોલીસ તપાસ ગુંચવાડાભરી બની રહી છે. હાલ તો પોલીસ સંસ્થાના સંચાલકો અને અન્ય લોકોની પુછપરછ કરવાના મુડમાં છે. આ પુછપરછમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)