Face of Nation 06-12-2021: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જો કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે.
જો કે હવે કોંગ્રેસ સારા દિવસોની રાહ જોઇ રહ્યું હતું ત્યાં, ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસ તરફથી પૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચુકેલા સાગર રાયકાએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તેઓએ કોંગ્રેસમાંથી અધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા. જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પૈકીનું સૌથી મોટુ નામ સાગર રાયકા છે. તેઓ ઓબીસી સમાજમાં મજબુત પકડ ધરાવતા નેતા હતા. જો કે ગમે તે કારણોથી તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)