Face of Nation 07-12-2021: દેશ સહિત દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, ક્રિસમસ, નવા વર્ષની ઉજવણી, પ્રવેશ પરીક્ષાઓ અને તહેવારોની સ્થિતિને જોતા લખનૌના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 7 ડિસેમ્બરથી આગામી 5 જાન્યુઆરી 2022 સુધી આ કડક નિયમ લખનૌમાં લાગૂ થશે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, તો સમગ્ર દેશમાં ઓમિક્રોનની દહેશત પણ જોવા મળી રહી છે. તો ખેડૂત સંગઠનો અને સંભવિત ધરણા પ્રદર્શનની આશંકાને પગલે પણ તંત્ર સફાળું એક્શનમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વહીવટી તંત્ર અનુસાર વિધાનસભાની આસપાસ ધરણા પ્રદર્શન અથવા વાહન સાથેના પ્રદર્શનને કલમ 144નું ઉલ્લંઘન માનવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનને છોડીને ધર્મસ્થળો પર 50થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે છે. તો બંધ સ્થળો પર એક સમયે 100થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે.
Section 144 CrPC invoked in Lucknow till January 5
Read @ANI Story | https://t.co/IGDNEOJIqa#Lucknow pic.twitter.com/0XFDxRnPPU
— ANI Digital (@ani_digital) December 7, 2021
કલમ 144 દરમિયાન જીવનજરૂરી સેવાઓ પર છૂટછાટ રહેશે. આરોગ્ય સેવાઓ નિયમિત રીતે યથાવત રહેશે, આ સિવાસ કોઈ ઈમરજન્સી થવા પર પૂર્વ પરમિશન પર આવનજાવનમાં છૂટછાટ મળશે, સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાના આદેશ આપવામાં આવ્યા છે અને નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
ઓમિક્રોને ભારતમાં ત્રીજી લહેરની ચિંતા વધારી દીધી છે. આઈઆઈટીના સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલના અનુમાન લગાવયું છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. ફેબ્રુઆરીમાં આ પીક પર હોઈ શકે છે અને તે સમયે દર રોજ 1થી 1.5 લાખે કેસ આવી શકે છે. જો કે તેમને એમ પણ કહ્યું કે બીજી લહેરની સરખામણીએ આ ઓછો ખતરનાક હશે.
ત્રીજી લહેરનો ખતરો એટલા માટે વધી જાય છે કેમ કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકામાં કોરોનાના કેસ 408 ટકાના દરથી વધ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના મામલામાં એક દિવસમાં 53 ટકા સુધી વધી ગયા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં 246 મામલા કોરોનાના ઓમિક્રોનના આવી ચૂક્યા છે. રસીના બે ડોઝ લેવા છતાં પણ લોકો સંક્રમિત થયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)