Face of Nation 08-12-2021: તમિલનાડુના કુન્નૂરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા અને તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે.
Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper.
(Pics Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/miALr88sm1
— ANI (@ANI) December 8, 2021
ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
હેલીકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોના નામ સામે આવ્યા છે. હેલીકોપ્ટરમાં જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા સીનિયર અધિકારી સામેલ હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બધાના મૃતદેહ કાઢી લેવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામ
1. જનરલ બિપિન રાવત
2. શ્રીમતી મધુલિકા રાવત
3. એલ.એસ. લિડ્ડર
4. લે.કર્નલ હરજિંદર સિંહ
5. નાયક ગુરુસેવક સિંહ
6. જીતેન્દ્રકુમાર
7. વિવેકકુમાર
8. બી. સાઈ તેજા
9. SAV સતપાલ
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)