Face of Nation 09-12-2021: ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં આજે મોટો વિસ્ફોટ થયો છે, આજે રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 28 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,389 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,75,888 ડોઝ આપવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં કુલ 459 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 451 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
ગુજરાતમાં આજના નવા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 09, વડોદરા 6, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15 ને રસીનો પ્રથમ, 1648 વર્કરને રસીનો બીજો ડોઝ, 45 વર્ષથી વધારે ઉંમરના 12048 નાગરિકોને રસીનો પ્રથમ, 89663 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 36890 નાગરિકોને રસીનો પ્રથમ, 235624 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,75,888 રસીના ડોઝ જ્યારે કુલ 8,42,38,168 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)