Home Uncategorized કઠલાલ કપડવંજ રોડ પર ભયંકર અકસ્માત, કારનો થયો કૂચો, 4 લોકોના મોત

કઠલાલ કપડવંજ રોડ પર ભયંકર અકસ્માત, કારનો થયો કૂચો, 4 લોકોના મોત

Face of Nation 10-12-2021: કઠલાલ-કપડવંજ રોડ ઉપર મોડી રાત્રે ગમખ્વાર સર્જાયો છે, અકસ્માત એટલો ગંભીર હતા તો આસપારના લોકો પણ અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. પોરડા પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

કઠલાલ કપડવંજ રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ટેન્કર સાથે અથડાઈ હતી, આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્તોને સારવા અર્થે ખસેડાયા છે, ઘટનામાં મુત્યુ પામનાર લોકો સુરેન્દ્રનગરના હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તો અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પરિવારને જાણ કરતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)