Home News દેશમાં 24 કલાકમાં 7992 નવા કોરોના કેસ સામે આવ્યા, ઓમિક્રોનના કેસમાં વધારો...

દેશમાં 24 કલાકમાં 7992 નવા કોરોના કેસ સામે આવ્યા, ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો

Face of Nation 11-12-2021:  ભારતમાં ગત 24 કલાકમાં 7992 નવા મામલા સામે આવ્યા છે. મહામારીના 9265 દર્દી સાજા થયા છે. ત્યારે 393 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં કોરનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 93, 277 થઈ ગઈ છે. ગત 559 દિવસમાં આ સૌથી ઓછા છે. સ્વસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશમાં અત્યાર સુધીમાં 131.99 કરોડ રસીના ડોઝ આપ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ 24 કલાકના સમયમાં સક્રિય મામલાની સંખ્યામાં 1666 મામલાનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.64 ટકા નોંધાયો છે અને આ ગત 68 દિવસના 2 ટકાથી પણ ઓછો છે.

મંત્રાલય અનુસાર અઠવાડિક પોઝિટિવિટી રેટ 0.71 ટકા નોંધાયો છે અને આ ગત 27 દિવસથી 1 ટકાની નીચે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બિમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3, 41, 14, 331 થઈ ગઈ છે. જ્યારે મામલાથી મૃત્યુદર 1.37 ટકા નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાંથી કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ પોઝિટિવ મળતા હવે ભારતમાં ઓમિક્રોનનાં કેસનો ટોટલ આંકડો 33 એ પહોંચ્યો છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 33 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17 કેસ મહારાષ્ટ્રના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)