Face of Nation 12-12-2021: ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે નિધન થઈ ગયું છે. 11 ડિસેમ્બરના રોજ ઝાયડસ ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે.
આજે સવારે તેમની હેલ્થને લઈ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હેલ્થ બગડવાની સ્થિતિ પર બ્રેક લાગી છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 30 હજારથી વધુ થયા છે અને બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આશાબેનનું શરીર પણ રિસપોન્ડ કરી રહ્યું છે. સમયાંતરે એમના રિપોર્ટ્સ કરાવવાં આવી રહ્યાં છે. લીવરમાં SGPT(સિરમ ગ્લૂટેમિક પાયરુવિક ટ્રાન્સએમિનસ) કાઉન્ટ પણ વધ્યા છે.
આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હોવાનું સૂત્રો જણાવે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.શ્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે.મુખ્યમંત્રીશ્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાunja જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)