Home Uncategorized જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં રાહુલ ગાંધી બોલ્યા, હિન્દુ પોતાના ડરનો સામનો કરે

જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં રાહુલ ગાંધી બોલ્યા, હિન્દુ પોતાના ડરનો સામનો કરે

Face of Nation 12-12-2021: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે રાજસ્થાનના જયપુરમાં મોંઘવારી હટાવો રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હિન્દુત્વવાદી પોતાનું આખું જીવન સત્તાની શોધમાં ખર્ચ કરી નાખે છે. તે સત્તા સિવાય બીજુ કશું ઇચ્છતા નથી અને આ માટે કશું પણ કરશે. તે સત્યાગ્રહ નહીં પણ સત્તાગ્રહના પથ પર ચાલે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશ હિન્દુઓનો છે, ના હિન્દુત્વવાદીઓનો. રાહુલે કહ્યું કે આ બે અલગ-અલગ શબ્દ છે અને તેનો મતલબ સાવ અલગ છે. હું હિન્દુ છું પણ હિન્દુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ પણ નાથુરામ ગોડ્સે હિન્દુત્વવાદી.

વાયનાડના સાંસદે કહ્યું કે ભલે કશું પણ થઇ જાય હિન્દુ સત્યને શોધે છે. તેનો રસ્તો સત્યાગ્રહ છે. આખું જીવન તે સચ્ચાઇને શોધવામાં કાઢી નાખે છે. મહાત્મા ગાંધીએ લખ્યું – સત્ય કી ખોજ. તેમણે આખું જીવન સચ્ચાઇની શોધમાં પસાર કર્યું અને અંતમાં એક હિન્દુત્વવાદીએ તેની છાતીમાં ગોળી મારી દીધી. હિન્દુત્વવાદી પોતાનું બધુ જીવન સત્તાની શોધમાં લગાવે છે. તેને સચ્ચાઇ સાથે કશું લેવા દેવા નથી. તેને ફક્ત સત્તા જોઈએ. તે કોઇને પણ મારી નાખશે, સળગાવી દેશે, કાપી નાખશે, પીટાઇ કરશે. તેમનો રસ્તો સત્તાગ્રહ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ પોતાના ડરનો સામનો કરે છે અને એક ઇંચ પાછળ હટતો નથી. તે શિવજીની જેમ પોતાના ડરને ગળી જાય છે. હિન્દુત્વવાદી પોતાના ડર આગળ માથું ટેકાવે છે. હિન્દુત્વવાદીને તેને ડર ડૂબાડી દેશે, જેનાથી તેના મનમાં નફરત જન્મે છે. હિન્દુના દિલમાં શક્તિ, પ્રેમ ઉત્પન થાય છે. આ હિન્દુત્વવાદી અને હિન્દુ વચ્ચે ફર્ક છે. હું તમને આ ભાષણ એટલા માટે આપ્યું કારણ કે તમે લોકો હિન્દુ છો, હિન્દુત્વવાદી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે 2014થી હિન્દુઓનું નહીં હિન્દુત્વવાદીઓનું રાજ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)