Home Uncategorized ભારતમાં વધવા લાગ્યા ઓમિક્રોનના કેસ, WHOના ટોચના અધિકારીએ કહ્યું કે ત્રીજી લહેરનો...

ભારતમાં વધવા લાગ્યા ઓમિક્રોનના કેસ, WHOના ટોચના અધિકારીએ કહ્યું કે ત્રીજી લહેરનો ખતરો

Face of Nation 12-12-2021: કોરોનાના અત્યંત ચેપી ગણાતા ઓમિક્રોન અત્યાર સુધીમાં 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા વેરિયન્ટથી ભારતમાં ત્રીજી લહેરની ચિંતા પેદા થઈ છે. WHOના સાઉથ ઈસ્ટ એશિયા માટે રિજિનલ ડિરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલે જણાવ્યું કે નવા વેરિયન્ટનો મતલબ એવો નથી કે પરિસ્થિતિ ખરાબ થશે પરંતુ નિશ્ચિત રીતે સ્થિતિ અનિશ્ચિત થશે.

તેમણે કહ્યું કે મહામારીનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. નવા વેરિયન્ટના આવ્યા બાદ અને દુનિયાના બીજા હિસ્સામાં વધી રહેલો કેસને જોતા વૈશ્વિક સ્તરે કોવિડ-19નું જોખમ ઘણું વધ્યું છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયા વિસ્તારમાં આપણે હથિયાર હેઠા ન મૂકવા જોઈએ. આપણે દેખરેખ વ્યવસ્થા, પલ્બિક હેલ્થ અને સામાજિક ઉપાયોને મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વેક્સિનેશનનો વ્યાપ વધારવો જોઈએ.