Face of Nation 13-12-2021: આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો.
આ પહેલા 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હરનાઝ સંધુ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાની શરૂઆતમાં નિર્ણાયકોને આકર્ષિત કર્યા પછી, હરનાઝે સ્વિમસૂટ રાઉન્ડ માટે રનવે પર તેણીનો આત્મવિશ્વાસ અને ગ્રેસ દર્શાવ્યો. અદભૂત મરૂન કેપ-સ્લીવ સ્વિમસૂટમાં સજ્જ, હરનાઝે બધાને પ્રભાવિત કર્યા
ઉલ્લેખનિય છે કે,હરનાઝને મિસ યુનિવર્સ 2021 પેઝન્ટ માટે ટોપ ફેવરિટ તરીકે ગણવામાં આવી હતી. આ વખતે આ સ્પર્ધા ઈઝરાયેલના ઈલિયટમાં યોજાઈ રહી છે અને આ વખતે તેને મેદાન મારતા મિસ યુનિવર્સનો તાજ પોતાના નામ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરવાના તેના મોટા પડકાર વિશે વાત કરતાં હરનાઝે કહ્યું, ‘મારા અને મારી ટીમ માટે સૌથી મોટો પડકાર એ હતો કે મારી જીત પછી (LIVA મિસ દિવા યુનિવર્સ 2021 તરીકે), અમારી પાસે મિસ યુનિવર્સ માટે તૈયારી કરવા માટે માત્ર એક મહિનાનો સમય હતો. . આટલા ઓછા સમયમાં મને તૈયાર કરવો એ એક મોટો પડકાર હતો. ટીમ અને મેં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)