Home News સુરતની આયુષી દેસાઈ નેવીમાં પસંદ થઈ,નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની,નેવી...

સુરતની આયુષી દેસાઈ નેવીમાં પસંદ થઈ,નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની,નેવી દ્વારા 12 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું

સમગ્ર ભારતમાંથી ઈન્ટરવ્યુ માટે 800 ઉમેદવારો પસંદ થયા હતા
5 લોકોની પસંદગી થઈ, જેમાંથી સુરતના 2 વિદ્યાર્થી પસંદ થયા

Face Of Nation:સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી આયુષી દેસાઈ નેવીમાં પસંદ થઈ છે. નૈવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની છે. સુરતના હિરેન જોશી પણ નેવીમાં સિલેક્ટ થયાં છે. બંનેને નેવી દ્વારા 12 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. બંને વિદ્યાર્થીઓએ સર્વિસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. અને નૌસેનામાં સબ લેફેટન્ટની પોસ્ટ પર નેવલ આર્કિટેકચર તરીકે પસંદગી કરવામાં આવી છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં આયુષી દેસાઈ અને હીરેન જોષી નેવીમાં સબ લેફટન્ટ બનશે. બંને વિદ્યાર્થીઓ કોલેજમાં એનસીસી ટ્રેનિંગ લીધી હતી. અને સુરતના બંને વિદ્યાર્થીઓને જૂલાઈ 2019માં નેવીની ટ્રેનિંગ લેવા માટે જશે.

મેન્ટલી અને સાયકોલોજી ટેસ્ટ લેવામાં આવી

પાંચ દિવસના ઈન્ટરવ્યુને સર્વિસ સિલેકશન બોર્ડ કહેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં મેન્ટલી, સાયકોલોજી અને ફિઝીકલી ટેસ્ટ લેવામાં આવે છે. ઈન્ટરવ્યુમાં જીવને લગતાં પ્રશ્નો, ફિલ્ડને લગતાં પ્રશ્નો, નેવીને લગતાં પ્રશ્નો અને જનરલ નોલોજના પ્રશ્નો પુછવામાં આવે છે. ઈન્ટરવ્યું આપનાર મિલેટ્રીમાં હોય તે રીતે જ રહેવું પડે છે.

ટ્રેનિંગમાં ગ્રાઉન્ડ એક્ટિવીટી પણ કરાવવામાં આવે

પાંચ દિવસના ઈન્ટરવ્યું સૌથી મહત્વનો હોય છે. જેમાં એલાર્મ વગર જ 5.30 વાગ્યે ઉઠી જવાનું હોય છે. જે એક્ટિવીટી કરવામાં આવે તે તમામ પર નજર રાખવામાં આવે છે. ફિઝીકલ ટેસ્ટમાં 13 અલગ અલગ ઓબસ્ટ્રીકલ હોય તેમાં રનિંગ, જમ્પિં, રોપ જેવી એક્ટિવીટી કરાવાવમાં આવે છે. ગ્રાઉન્ડ ટેસ્ટ સરળ હોય છે. ત્યારબાદ પાંચમાં દિવસે કોન્ફરસમાં બેસાડી જે સિલેકટ થાય તેનું નામ જાહેર કરવામાં આવે છે. આ ટેસ્ટ ખુબ જ અઘરી હોય છે. એટલા માટે ઈન્ડિયામાંથી માત્ર 5 લોકોજ સિલેક્ટ થયા છે.

ભારતમાંથી 800 ઉમેદવારો પસંદ થયા

ઈન્ટરવ્યુ માટે સમગ્ર ભારતમાંથી 800 ઉમેદવારો પસંદ થયા હતા. તેમાંથી માત્ર પાંચ ઉમેદવારોને નેવી દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સુરતમાંથી બે વિદ્યાર્થીઓ પસંદ થયા હતાં. ભોપાલમાં 5 દિવસ સુધીના ઈન્ટરવ્યુ યોજાયા હતાં.

જીમનાસ્ટિક કરતી હોવાથી ફાયદો થયોઃ આયુષી

આયુષી દેસાઈએ જણાવ્યું હતું કે, રોજ બે કલાક જીમન્ટાસ્ટિકની પ્રેક્ટિસ કરું છું. મને ઈન્ટરવ્યુ માટે અલગથી તૈયારી કરવાની જરૂર પડી નથી. તેમજ કોલેજમાં એનસીસીની પણ તાલીમ લીધી હતી. મને ખુશી એ વાતની છે કે, નૈવીમાં પસંદ થનાર સુરતની પહેલી મહિલા છું. મને હંમેશા ગર્વ રહેશે. ફિઝીકલી અને મેન્ટલી ટ્રેનિંગ લેવામાં આવે છે. તમામ પ્રકારની ટ્રેઈનિંગમાં સારા માર્કસ આવે ત્યાર બાદ જ નેવીમાં સિલેક્ટ થઈ શકીએ છીએ. જીમનાસ્ટિક કરતી હોવાથી મને એનો ફાયદો મળ્યો છે.

સાયકોલીજીકલ ટેસ્ટ અઘરી હોય છેઃ હીરેન

હીરેન જોષીએ જણાવ્યું હતું કે, મારા પિતા આર્મીમાં છે તેથી મને નેવીમાં જવાની ખૂબ ઈચ્છા હતી. કોલેજમાં એનસીસીની ટ્રેઈનીંગ પણ લેતો હતો. પાંચ દિવસના ઈન્ટરવ્યુમાં દરેક પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતાં. ખાસ કરીને તેઓ સ્ક્રીનિંગ ટેસ્ટ પર વધારે ધ્યાન આપે છે. દરેક પ્રકારના ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે. સ્પીચ ટેસ્ટ પણ લેવામાં આવે છે. કોઈ એક શબ્દ પરથી તરત લખીને સ્પીચ તેયાર કરવાની હોય છે. સૌથી વધારે સાયકોલીજીકલ ટેસ્ટ અઘરી હોય છે. કારણકે તેમાં પ્રેશરરાઈઝ કરવામાં આવે છે.