Home Uncategorized ઓમિક્રોન રસીના પ્રભાવને ઓછો કરી નાખે છે, WHO એ આપ્યું એવું નિવેદન

ઓમિક્રોન રસીના પ્રભાવને ઓછો કરી નાખે છે, WHO એ આપ્યું એવું નિવેદન

Face of Nation 13-12-2021:કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ તેને લઈને અનેક જાણકારીઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન એ જણાવ્યું છે કે ઓમિક્રોન  કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં વધુ તેજ છે અને તે રસીના પ્રભાવને ઓછો કરી નાખે છે. જો કે આ સાથે તેણે એમ પણ કહ્યું કે શરૂઆતના આંકડામાં જાણવા મળ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ ઓછા ગંભીર લક્ષણો પેદા કરે છે.

વાત જાણે એમ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને રવિવારે પોતાની એક સંક્ષિપ્ત બ્રીફમાં જણાવ્યું કે શરૂઆતના પુરાવા જણાવે છે કે ઓમિક્રોન ‘સંક્રમણ અને સંચરણ વિરુદ્ધ રસીની પ્રભાવશીલતામાં કમી’નું કારણ બને છે. પરંતુ શરૂઆતના આંકડા એ દર્શાવે છે કે કોરોનાના ડેલ્ટા અને અન્ય વેરિએન્ટની સરખામણીમાં આ વેરિએન્ટ લોકોને વધુ બીમાર કરતો નથી અને લક્ષણોની સાથે સાથે સંક્રમણ પણ ઓછું જોખમકારક જોવા મળ્યું છે.

આ અગાઉ પણ વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વધુ ગંભીર બીમારીનું કારણ બનતો નથી. જો કે ઝડપથી મ્યૂટેટ કરી રહેલા આ વેરિએન્ટ અંગે હજુ ઘણી જાણકારી સામે આવવાની બાકી છે. પરંતુ એ વાતના કોઈ સંકેત મળ્યા નથી કે કોરોનાની હાલની તમામ રસીને ઓમિક્રોન માત આપી શકે છે. હાલ ઓમિક્રોનને લઈને જે પણ સંકેત મળી રહ્યા છે તે અંગે સાવધાન રહેવાની જરૂર છે.

અત્રે જણાવવાનું કે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહોલા ઓમિક્રોન વેરિએન્ટ અંગે જાણકારી મળી હતી. તેના શરૂઆતના આંકડાઓના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે કોરોનાની રસી કઈક હદે સુરક્ષા આપવા માટે સક્ષમ છે. પરંતુ તાજા અપડેટ બાદ ઓમિક્રોન પર રસીની અસરને લઈને એકવાર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રસીની આ નવા વેરિએન્ટ પર અસર થશે કે નહીં?

આ બાજુ ઓમિક્રોન વિરુદ્ધ પોતાની રસીના પ્રભાવીકરણ અંગે બાયોએનટેક અને ફાઈઝર નિર્માતાએ હાલમાં એક અધિકૃત નિવેદનમાં કહ્યું કે રસીના બંને ડોઝ એન્ટીબોડીને થોડા ઓછા વિક્સિત કરે છે. પરંતુ ત્રીજો ડોઝ (બુસ્ટર ડોઝ)થી વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી 25 ટકા વધી જાય છે. બધુ મળીને રસીનો ત્રીજો ડોઝ લાગતા જ શરીરમાં ઓમિક્રોન સામે લડવા માટે એન્ટીબોડી સક્ષમ થઈ જાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)