Home News ગુજરાતમાં આજે નવા 58 કેસ, 56 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત

ગુજરાતમાં આજે નવા 58 કેસ, 56 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત

Face of Nation 13-12-2021: ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 58 કેસ નોંધાયા છે. તો 56 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 549 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 544 નાગરિકો સ્ટેબલ છે. 8,17,543 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10099 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. આજે વલસાડમાં પણ એક નાગરિકનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 12, ભાવનગર-કચ્છમાં 5-5 કેસ, નવસારી-રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, પાટણ-સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 58 કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 13ને પ્રથમ અને 944 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7497 અને 60896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24770 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 162332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,55,56,580 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)