Face of Nation 13-12-2021: શ્રીનગરમાં થયેલા આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્તૃત જાણકારી માંગી છે અને શહીદ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. પીએમ મોદી આ સમયે વારાણસીમાં છે. શ્રીનગરના પંથા ચોક વિસ્તારના ઝેવનમાં આતંકીઓએ સાંજે આશરે 5.30 કલાકે પોલીસ બસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ બસમાં સવાર 14 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે જવાનોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો ઝેવાન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે. વહેલી સવારે શ્રીનગરના જ રુગરત વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
PM @narendramodi has sought details on the terror attack in Jammu and Kashmir. He has also expressed condolences to the families of those security personnel who have been martyred in the attack.
— PMO India (@PMOIndia) December 13, 2021
અધિકારીઓએ કહ્યું કે, આતંકીઓની ધરપકડ કરવા માટે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો, હુમલામાં 12 જવાનો ઈજાગ્રસ્ત, 3 જવાનની પરિસ્થિતિ નાજુક
આતંકી હુમલામાં જવાનોની શહીદી પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)