Face Of Nation:બનાસકાંઠામાં લાખણી તાલુકાના કુડા ગામે થયેલા હત્યાકાંડમાં પિતા જ હત્યારો નીકળ્યો છે. ઘરના મોભીએ આર્થિક સંકડામણમાં આવીને વ્યાજખોરોના ત્રાસથી હત્યા કરી હોવાનું સીટની તપાસમાં બહાર આવ્યું છે. ફોરેન્સિક અને સાંયોગિક પુરાવાને આધારે પોલીસે ઘરના મોભીને હત્યારો જાહેર કર્યો છે. ત્યારે જે પ્રકારે હત્યાકાંડ થયો અને જેમાં વ્યાજખોરીની વાત આવી તો તેમાં દુષ્પ્રેરણ હત્યાકાંડ માટે જવાબદાર છે અને જેમાં પોલીસે બે ઈસમોની કલમ 306 હેઠળ અટકાયત પણ કરી છે.
લાખણી તાલુકાના કુડા ગામે હત્યાકાંડ થયો હતો. જેમાં ચાર લોકોની નિર્મમ હત્યા થઈ અને ઘરના મોભી એવા કરશન પટેલે પણ આત્મહત્યા કરી જે પ્રકારે વ્યાજખોરોના ત્રાસથી આ હત્યાકાંડ થયો હોવાનું સીટ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફોરેન્સિક અને સંયોગિક પુરાવાના આધારે ઘરના મોભી એવા કરશન પટેલે જ પરિવારની હત્યાને અંજામ આપ્યો હતો. તે સીટની તપાસમાં ખુલ્યું છે કુડા ગામે હત્યાકાંડમાં પાંચ વ્યક્તિઓના મોત થયા જેને મામલે વ્યાજખોરી જવાબદાર છે.
જે પ્રકારે હત્યાકાંડ સર્જાયો હતો અને પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ જ ઘરના મોભી એવા કરશન પટેલને હત્યાકાંડના જવાબદાર ગણીને હત્યારા જાહેર કરાયા હતા. ત્યારે ચૌધરી સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તપાસ માટે એક સીટની રચના કરી હતી અને સીટે તપાસ કરી ત્યારે ફોરેન્સિક અને સાંયોગીક પુરાવાના આધારે ઘરના મોભી એવા કરશન પટેલે જે પરિવારની હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું છે.
ત્યારે 21 લાખ રૂપિયા ઉઘરાણીની વાત હતી જેમાં 9 લોકોના નામ દિવાલ પર લખાયા હતા જેમાં પોલીસે કલમ 306 હેઠળ 2 લોકોની અટકાયત કરી છે અને તેમને આ મોતના જવાબદાર ગણી અને હત્યા માટે દુષ્પ્રેરણ કરવા માટે જવાબદાર ગણી અને બે લોકોની પોલીસે અટકાયત કરી છે. પરંતુ જે પ્રકારે હત્યાકાંડનો આ સમગ્ર મામલો હતો અને જેમાં ઘરના મોભી એવા કરશન પટેલ જ હત્યાકાંડ માટે જવાબદાર છે અને હત્યારા સાબિત થયા છે.
લાખણીના કુડા હત્યાકાંડમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મોભી હત્યાકાંડ માટે જવાબદાર હતા જેને લઈને ચૌધરી સમાજનો આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો ત્યારે પોલીસે સીટની રચના કરવી પડી હતી મકાનની દિવાલ પર 9 લોકોના નામ હતા પરંતુ પોલીસે આ કેસમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી છે અને 2 લોકોની અટકાયત કરી છે જે 7નામ છે તેમની વિરૂદ્ધ અત્યારે તો પોલીસ ને આ કેસની સંડોવણી માં કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ 2 લોકો સામે પુરાવા મળ્યા છે જેની સામે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ સ્પષ્ટ છે કે સાંયોગિક અને અને ફોરેન્સિક પુરાવા ઘરના મોભી એવા કરશન પટેલની હત્યાના જવાબદાર ગણી અને અત્યારે તો સીટની તપાસમાં પોલીસે જાહેર કર્યું છે.