Home News ગુજરાતમાં આવનરા 5 દિવસ પડશે હાડ થિજવતી ઠંડી, કોલ્ડેવેવની પણ આગાહી

ગુજરાતમાં આવનરા 5 દિવસ પડશે હાડ થિજવતી ઠંડી, કોલ્ડેવેવની પણ આગાહી

Face of Nation 15-12-2021: રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં આખરે શિયાળાએ પોતાનો અસલ મિજાજ બતાવવા માંડ્યો છે અને ઠંડીનો જોરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. આ ઠંડી હજુ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન કાતિલ ઠંડી પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. હવે અચાનક હવામાન પલટાચાં દિવસે ગરમી ઓછી લાગે છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું હતું તેથી શિયાળાનો અહેસાસ થતો નહોતો. હવે અસલી શિયાળો શરૂ થયો હોય એવું લાગે છે.

હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)