Home Uncategorized આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં મોટી દુર્ઘટના, એસટી બસ નહેરમાં ખાબકી, 9 લોકોના મોત

આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં મોટી દુર્ઘટના, એસટી બસ નહેરમાં ખાબકી, 9 લોકોના મોત

Face of Nation 15-12-2021:   આંધ્રપ્રદેશના વેલુરુપાડથી 47 મુસાફરોને લઈને ઉપડેલી એસટી નિગમની બસ ગોદાવરી જિલ્લાની એક નહેરમાં ખાબકી હતી જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા તથા ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. ચાલકે કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને નહેરમાં ખાબકી હતી. જે સમયે બસ નહેરમાં ખાબકી હતી તે સમયે નહેરમાં ઘણુ પાણી હતું અને કેટલાક લોકો તણાયા હોવાની પણ શક્યતા છે. દુર્ઘટનાની ખબર મળતા પોલીસ અને ગામલોકો મદદે દોડી આવ્યાં હતા તથા લોકોને પાણીમાં બહાર કાઢવાનું શરુ કર્યું હતું.

પોલીસ અને સાક્ષીઓએ એવુ જણાવ્યું કે એસટી નિગમની બસ જ્યારે વોકળા પરના પુલ પર આવી ત્યારે બરાબર તે સમયે જ સામેની દિશાએ એક ટ્રક લોરી આવી હતી અને વોકળા પરનો પુલ ખૂબ સાંકળો હોવાથી બસ બેકાબુ થઈ હતી અને વોકળામાં ખાબકી હતી, જે સમયે બસ ખાબકી તે સમયે વોકળામાં ઘણુ પાણી વહી રહ્યું હતું કેટલાક લોકો ડૂબ્યા હોવાની પણ આશંકા છે. ડ્રાઈવરે બસને કાબુમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યાં અને આખરે બસ પાણીમા ખાબકી હતી જેમાં ડ્રાઈવર સહિત નવ લોકોના મોત થયા હતા તથા કેટલાક લોકો ઘાયલ થયા હતા.