Home News બોગસ વોટિંગ રોકવા કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય લીધો

બોગસ વોટિંગ રોકવા કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય લીધો

Face of Nation 16-12-2021: કેન્દ્રીય કેબિનેટે ચૂંટણી સુધારાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેથી કેબિનેટમાં એક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. જેથી હવે બોગસ મતદાન અને મતદાર યાદીમાં ડુપ્લિકેશન અટકશે. જેના માટે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવામાં આવશે. સાથે જ મતદાર યાદી તૈયાર કરવા જેવા નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કેબિનેટે ચૂંટણી સુધારાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બિલને મંજૂરી મળતા મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા, બોગસ વોટિંગ અને મતદાર યાદીમાં ડુપ્લિકેશન રોકવા માટે એક જ મતદાર યાદી તૈયાર કરવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા બિલમાં સેવા મતદારો માટેના ચૂંટણી કાયદાને પણ ‘જેન્ડર ન્યુટ્રલ’ બનાવવામાં આવશે. બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે હવે યુવાનો વર્ષમાં ચાર અલગ-અલગ તારીખે મતદાર તરીકે નોંધણી કરી શકશે.

હાલની વ્યવસ્થાથી અનેક યુવાનો વંચિત રહેતા હતા. પહેલી જાન્યુઆરીએ કટ ઓફ ડેટ હોવાથી અનેક યુવાનો મતદાર યાદીથી વંચિત રહી ગયા હતા. ઉદાહરણ તરીકે 2 જાન્યુઆરીએ કટ-ઓફ તારીખને કારણે યુવાનો 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ નોંધણી કરાવી શક્યા ન હતા. તેથી તેમને લાંબો સમય રાહ જોવી પડી હતી. પરંતુ બિલમાં સુધારા બાદ હવે તેમને વર્ષમાં ચાર વખત નોમિનેશન કરવાની તક મળશે.

કાયદા મંત્રાલયને સેવા મતદારોને લગતા લોકોના પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈમાં ‘પત્ની’ શબ્દને ‘પતિ-પત્ની’ સાથે બદલવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરાંત ચૂંટણી પંચ (ECI) નોંધણીની મંજૂરી આપવા માટે બહુવિધ કટ-ઓફ તારીખો પર આગ્રહ કરી રહ્યું હતું.

કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે તે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14Bમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેથી દર વર્ષે નોંધણી માટે ચાર કટ-ઓફ તારીખો હોય, જાન્યુઆરી 1, એપ્રિલ 1, જુલાઈ અને 1 ઓક્ટોબરે નોંધણી થઈ શકે.

સામાન્ય રીતે લોકો તેમના ગામ કે શહેરમાં જ્યાં તેઓ કામ કરે છે ત્યાં મતદાન કરે છે. આવી સ્થિતિમાં, મતદાર યાદીમાં નામ ઘણી જગ્યાએ સામેલ થઈ જાય છે, પરંતુ આધાર સાથે લિંક થયા પછી, કોઈપણ નાગરિક માત્ર એક જ જગ્યાએ મતદાન કરી શકશે. જો કે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હેઠળ મતદાર યાદીને સ્વૈચ્છિક ધોરણે આધાર સાથે લિંક કરી શકાય છે.

આ બિલમાં લશ્કરી મતદારોના મામલામાં ચૂંટણી સંબંધિત કાયદાને લિંગ તટસ્થ બનાવવાની જોગવાઈ છે. વર્તમાન ચૂંટણી કાયદો આમાં ભેદભાવ કરે છે. દાખલા તરીકે, હાલના કાયદામાં પુરૂષ સૈનિકની પત્ની માટે લશ્કરી મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવાની સુવિધા છે, પરંતુ મહિલા સૈનિકના પતિ પાસે આવી કોઈ સુવિધા નથી. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી કે ચૂંટણી કાયદામાં ‘વાઈફ’ શબ્દની જગ્યાએ ‘પત્ની’ લખવામાં આવે, તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)