Home Politics ભારત 2022માં વિશ્વની સૌથી ઝડપથી વિક્સતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરશે : અમિત શાહ

ભારત 2022માં વિશ્વની સૌથી ઝડપથી વિક્સતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરશે : અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ ઘણું બદલાઈ ગયું છે. લોકશાહીમાં લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે. FICCIના 94મા વાર્ષિક અધિવેશનને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું, “જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો હતો.” દેશ આશ્ચર્ય પામી રહ્યો હતો કે શું આપણી બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા નિષ્ફળ રહી છે. અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે પીએમ મોદીએ અમારી બહુ-પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો.

આ સાથે ગૃહમંત્રીએ કહ્યું કે ટીકાકારો પણ સહમત થશે કે છેલ્લા 7 વર્ષમાં દેશમાં ઘણું બદલાઈ ગયું છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. કદાચ અમારા કેટલાક નિર્ણયો ખોટા પણ હોઈ શકે, પરંતુ અમારા ઈરાદા ખોટા હતા એવું કોઈ ન કહી શકે.

આ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જુલાઈ-સપ્ટેમ્બરનો જીડીપી 8.4 ટકા હતો. મને પૂરેપૂરી ખાતરી છે કે ભારત 2022માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે અને જો આપણે ડબલ ડિજિટ વૃદ્ધિને પાર કરીશું તો મને આશ્ચર્ય થશે નહીં.