Home News અમદાવાદમાં મેઘસવારી ,શહેરમાં પવન સાથે વરસાદી આગમન

અમદાવાદમાં મેઘસવારી ,શહેરમાં પવન સાથે વરસાદી આગમન

બપોર બાદ અમદાવાદમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જોકે નારોલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Face Of Nation:અમદાવાદ:ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

બપોર બાદ અમદાવાદમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જોકે નારોલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત શહેરના સરખેજ, મકરબા, એસજી હાઈવે, ઉજાલા, સીટીએમ, જશોદાનગર, ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

પવન સાથે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.