Face of Nation 18-12-2021: બાળકો માટેની વેક્સીન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. આવામાં અમદાવાદમાં પહેલીવાર કોરોનાના કેસો બાળકોમાં નોંધાયા છે. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદની છારોડીની નિરમા વિદ્યાવિહારમાં 3 અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારમાં ધોરણ 5, 9 અને 11 ના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર થયા છે. ધોરણ 9 અને 11 બંને વિદ્યાર્થીઓ એક પરિવારના બાળક, પ્રથમ પિતા સંક્રમિત થયા બાદ બાળકો સંક્રમિત થયા છે.
ઉદગમ સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના થયો છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના સંચાલકોએ ઓફલાઈન વર્ગો 27 ડિસેમ્બર સુધી બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. ઉદગમ સ્કૂલમાં હાલ CBSE બોર્ડની પરીક્ષા ચાલતી હોઈ, બાકીની કેટલીક પરીક્ષા અન્ય બિલ્ડિંગમાં લઈને પૂર્ણ કરાશે. હાલ તમામ ચારેય બાળકોની હાલત સ્થિર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)