Face of Nation 18-12-2021: ઈન્ડોનેશિયાના અધિકારીઓએ જાવા દ્વીપમાં સૌથી ઉંચો જ્વાળામુખી ફાટવાની આશંકા વ્યક્ત કરતા એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ સેમેરુ પર્વત પર ફરીથી જ્વાળામુખી ફાટવાની શક્યતા વ્યક્ત કરી છે. આ મહિનાની શરૂઆતમાં, સેમેરુમાં અચાનક જ્વાળામુખી ફાટવાથી 48 લોકો મૃત્યુ પામ્યા હતા અને 36 લોકો ગુમ થયા હતા. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીએ શનિવારે કહ્યું કે તેમણે ગતિવિધિઓ વધતી જોઈ છે, જેના કારણે 4 ડિસેમ્બરની જેમ જ્વાળામુખી ફાટવાની સંભાવના છે.
4 ડિસેમ્બરના રોજ, ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવામાં સૌથી ઉંચો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જેના કારણે આકાશમાં રાખનો ઢગલો થયો હતો. પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત સેમેરુ પર્વત પર અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો અને તેના ઢોળાવની આસપાસના ઘણા ગામોમાં લાવા ફેલાયો હતો. કેટલાક દિવસો સુધી ભારે વરસાદને કારણે 3,676 મીટર (12,060 ફૂટ) સેમેરુની ઉપર લાવાના ગુંબજને નુકસાન થયું હતું અને અંતે તે ફાટી પડ્યો હતો.
નદીના પાણીને નુકસાન
ઉર્જા અને ખનિજ સંસાધન પ્રધાન અરિફિન તસરીફે જણાવ્યું હતું કે લાવાના પ્રવાહમાં આવતી નદી બેસુક કોબોકનને જ્વાળામુખીમાંથી નીકળેલી લગભગ 8 મિલિયન ક્યુબિક મીટર રેતીએ અવરોધિત કરી છે. પરિણામે, જો બીજો વિસ્ફોટ થશે તો તેનાથી નદીનો પ્રવાહને અવરોધાશે અને લાવાનો નવો પ્રવાહ ઉત્પન્ન થશે, જે આસપાસના વિસ્તારોમાં ફેલાશે.
ઈન્ડોનેશિયા જ્વાળામુખી અને જીઓલોજિકલ હેઝાર્ડ મિટીગેશન સેન્ટરના વડા એન્ડિયાનીએ જણાવ્યું હતું કે સેમેરુની આસપાસ રહેતા ગ્રામજનોને જ્વાળામુખીના મુખથી 13 કિલોમીટર (આઠ માઈલ) દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેઓએ બેસુકે કોબોકન વોટરશેડ નજીક પર્યટન અને ખાણકામની પ્રવૃત્તિઓ પણ બંધ કરી દીધી છે.
માત્ર ચાર દિવસ પહેલા જ ઈન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુ નજીક સમુદ્રમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, ત્યારબાદ હવામાન એજન્સીએ સંભવિત સુનામીની ચેતવણી જારી કરી હતી પરંતુ બાદમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું અને આ સ્થાન મૌમેરે શહેરથી લગભગ 112 કિલોમીટર દૂર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)