Home Uncategorized ઓમિક્રોનની ત્રીજી લહેર આવશે! કોવિડ સુપર મોડલ પેનલે આપી ચેતવણી

ઓમિક્રોનની ત્રીજી લહેર આવશે! કોવિડ સુપર મોડલ પેનલે આપી ચેતવણી

Face of Nation 19-12-2021: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો વિશ્વભરમાં મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન નેશનલ કોવિડ-19 સુપરમોડલ પેનલે આગાહી કરી છે કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના પીક પર હશે. ઓમિક્રોનના કારણે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ 7 થી સાડા સાત હજાર કેસ આવી રહ્યા છે. આ કેસો ડેલ્ટા વેરિઅન્ટના છે. પરંતુ ટૂંક સમયમાં ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેશે.

નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના હેડ વિદ્યાસાગરે કહ્યું કે ઓમિક્રોનના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે પરંતુ તે બીજી લહેર કરતા નબળી હશે. એટલા માટે કારણ કે ભારતના મોટાભાગના લોકોમાં કોરોનાની બીજી લહેરમાં ઇમ્યુનિટી વિકસિત થઈ ચૂકી છે. જોકે એ નક્કી છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાના નવા પ્રકાર વિશે સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. કોરોનાનો નવો વેરિએન્ટ લગભગ 90 દેશોમાં પહોંચી ગયો છે અને ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. ઓમિક્રોનનું સંક્રમણ ધીમે ધીમે દેશના 11 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. દેશમાં દરરોજ આ નવા વેરિએન્ટથી સંક્રમિત થનાર લોકોની પુષ્ટિ થઈ રહી છે. તેના માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તે ડેલ્ટા વેરિઅન્ટને પણ પાછળ છોડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)