Home News ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ: આટલા ટકાથી વધુ મતદાન નોંધાયું

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ: આટલા ટકાથી વધુ મતદાન નોંધાયું

Face of Nation 19-12-2021:  ગુજરાતના 8684 ગ્રામ પંચાયતોમાં આજે યોજાયેલી ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. કેટલાક છમકલાઓને બાદ કરતા રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 60ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે આ આંકડાઓમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.

સાંજે 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા હતા.. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ નોંધાઈ હતી.

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફ ખડેપગે રહ્યો હતો.. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)