Face of Nation 20-12-2021: પેપરલીક કાંડ મુદ્દે આજે ગાંધીનગરમાં રાજકીય ધમાસણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આજે પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે આપ નેતાઓ પર પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો છે. પોલીસે કાર્યકરોને ખસેડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આજે આપના નેતાઓ સહિત કાર્યકરો ભાજપ કાર્યાલય કમલમને ઘેરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ ધટના સર્જાઈ છે. પોલીસે વિરોધ કરતા AAPના નેતાઓની અટકાયત કરી લીધી છે. આપના નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ વિરોધમાં જોડાયા છે. આપ નેતાઓ સહિત કાર્યકરોએ પેપરલીકના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં, અસિત વોરાને પદ પરથી હટાવવાની માંગ પણ કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગરમાં પેપરકાંડ મુદ્દે રાજકીય ઘમાસણ જોવા મળી રહ્યું છે. AAPના નેતાઓ અને કાર્યકરો જશ ખાટવાની હોડ જામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 8 દિવસ બાદ આપના નેતાઓને એકાએક પેપરકાંડ યાદ આવ્યું હતું અને આજે કમલમમાં ઘેરાવ કરવા પહોંચ્યા હતા, જ્યાં આપના નેતાઓએ તોડફોડ કરી હતી. આપના નેતાઓએ કમલમને બાનમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ભાજપ અને આપના નેતાઓ વચ્ચે કમલમાં ધક્કામુક્કી પણ થઈ હતી. આ સ્થિતિને જોતા પેપરકાંડ પૂર્ણ થયું, પરંતુ હવે રાજકીય તમાશાકાંડ શરૂ થયું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. યુવરાજસિંહ પેપરકાંડનો જશ લઈ જાય, અને AAPના મોટા નેતાઓ રહી જાય તેવી સ્થિતિ વચ્ચે આજે તેઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. યુવરાજસિંહ વિના જ આપના અન્ય નેતાઓ જશ ખાટવા પહોંચ્યા છે, જ્યાં આ સ્થિતિ સર્જાઈ છે.
હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પેપરકાંડ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાંક લોકોના પેટમાં તેલ રેડાયું છે. કેટલાક લોકો રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. 88 હજાર પરિવારોને ન્યાય મળે તે તેમને જોઈ શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, સૌથી આકરામાં આકરી કલમ આજે કમલમને ઘેરવાના આરોપીઓ પર લાગશે. જે લોકો પેપરકાંટના આરોપીના સંપર્કમાં છે તેની પણ તપાસ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, પેપર લીક કોભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભાજપ કાર્યાલય કમલમને ધેરવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં આપ નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,મનોજ સોરઠીયા સહિતના નેતાઓ સ્થળ પર હાજર રહ્યા છે. આમ આદમી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણી સહિત યુથ વિંગના ગુજરાત લેવલના હોદેદારો વિરોધમાં જોડાયા છે. પેપર કાંડ મુદ્દે અસિત વોરાને એમના પદ પરથી હટાવવા આમ આદમી પાર્ટી માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે.
પ્રવીણ રામએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને યુથ વિગ ગુજરાતના બેરોજગાર યુવાનોની સાથે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).