Home Uncategorized રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો, યુ.કે થી પરત આવેલી મહિલા પોઝિટિવ

રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો, યુ.કે થી પરત આવેલી મહિલા પોઝિટિવ

Face of Nation 20-12-2021: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધ્યો છે.  વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ 27 વર્ષીય તાંદલજા વિસ્તારની મહિલામાં ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યો છે.  જે યુ.કે થી પરત આવ્યાની વિગતો સામે આવી છે. લક્ષણો જણાયા બાદ કોવિડ પોઝિટિવ આવતા ઝીનોમ સિક્વન્સ માટે નમૂનામોકલી આપ્યા બાદ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

હાલ મહિલા દર્દીની હાલત સ્થિર છે અને કોઈપણ લક્ષણો જોવા મળી રહ્યા નથી સાથે સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલુ હોવાની વિગત વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 16 કેસ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).