Home News ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં ઘટાડો, જાણો દેશમાં છેલ્લા 24 કલાકનો...

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં ઘટાડો, જાણો દેશમાં છેલ્લા 24 કલાકનો આંકડો

Face of Nation 21-12-2021: ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 24માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા છે અને 453 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8043 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3722 કેસ નોંધાયા છે અને 419 સંક્રમિતોના મોત થયા છે.

20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં અત્યાર સુધીમાં 138,34,78,181 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,56,911 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 162 પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 52 હજાર 164
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 95 હજાર 060
એક્ટિવ કેસઃ 79 હજાર 097
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 78 હજાર 7 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).