Home News ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ, જાણો કયા કોની થઇ જીત

ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ, જાણો કયા કોની થઇ જીત

Face of Nation 21-12-2021:  રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે.

ઉલ્લેખનીય છેકે, પાટણ જિલ્લામાં આવેલાં ગાજા ગામમાં પણ ખુબ રસપ્રદ કિસ્સો સામે આવ્યો. ગ્રામપંચાયતની ચૂંટણીમાં અહીં નાનાભાઈએ મોટાભાઈને ચૂંટણીમાં 71 મતે હરાવ્યો. આ સાથે જ નાનોભાઈ ગામનો સરપંચ બની ગયો. પિતરાઈ મોટાભાઇને નાનાભાઈ જવાનજી ઠાકોરે 71 મતે હરાવ્યા. જ્યારે નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતિષભાઈ વસાવા 9 મતથી વિજેતા થયાં. મોરબી તાલુકાનું હળવદના મયાપુર ગામના નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા સરપંચ બન્યાં. મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

– નવસારીના પીનસાડ-સરોણા ગામના સરપંચ પદે નયન પટેલનો વિજય

– દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા

-ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય

– પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા

– અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા

– પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે.

– ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશ ન આપતાં હોબાળો થયો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).