Home Politics પંજાબના રાજકારણમાં ફરી ઉથલપાથલ, સુખબિર સિંહ બાદલનો નવજોત સિંહ સિદ્ધુ પર આરોપ

પંજાબના રાજકારણમાં ફરી ઉથલપાથલ, સુખબિર સિંહ બાદલનો નવજોત સિંહ સિદ્ધુ પર આરોપ

Face of Nation 21-12-2021: પંજાબના રાજકારણમાં ફરી ઉથલપાથલ મચે તેવા સંકેત છે. શિરોમણી અકાલી દળના નેતા વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

પંજાબ સરકારે ઈકબાલ પ્રીત સહોતાને બદલીને સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને કાર્યકારી ડીજીપી બનાવ્યા બાદ હોબાળો વધારે થયો છે. સોમવારે મધ્યરાત્રિએ પૂર્વ મંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસના સંબંધમાં FIR નોંધવામાં આવી છે.

આ FIR બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન દ્વારા મોહાલીના સ્ટેટ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પંજાબના રાજકારણમાં આ નવી હલચલ મચી ગઈ છે. માહિતી અનુસાર, આ કેસ NDPS એક્ટની કલમ 25, 27A અને 29 હેઠળ નોંધવામાં આવ્યો છે. આ કલમો હેઠળ પોલીસ મજીઠીયાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

પંજાબના ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સતત દાવો કરી રહ્યા હતા કે ટૂંક સમયમાં મોટા ડ્રગ ડીલરોને જેલમાં ધકેલી દેવામાં આવશે. સિદ્ધુએ પોતાની જ સરકાર પર ડ્રગ્સના કારોબાર પર તૈયાર કરાયેલ સ્ટેટ ટાસ્ક ફોર્સના રિપોર્ટને થોડા દિવસો પહેલા સાર્વજનિક ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં બિક્રમ સિંહ મજીઠિયાનું નામ પણ નોંધવામાં આવ્યું છે. STF રિપોર્ટ સાર્વજનિક કરવા માટે ચન્ની અને સિદ્ધુ સામસામે આવી ગયા હતા. જે બાદ એપીએસ દેઓલને હટાવીને સિદ્ધુના ફેવરિટ એજી બનેલા ડીએસ પટવાલિયાએ કહ્યું હતું કે STF રિપોર્ટ ખોલવા માટે હાઈકોર્ટ પર કોઈ પ્રતિબંધ નથી.

પંજાબના કાર્યકારી પણ સિદ્ધુના જ માનીતા સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને રાખવામાં આવ્યા છે. તેમણે પદ સંભાળતા જ ડ્રગ માફિયાની વિરુદ્ધ કાર્યવાહી કરવાની વચનબદ્ધતા દેખાડી હતી. શિરોમણી અકાલી દળે સરકારના આ પગલાંને રાજકીય દ્વેષથી ભરેલું પગલું દર્શાવ્યું હતું. અકાલી દળના નેતા વિરસા સિંહ વલટોહાએ કહ્યું હતું કે ચન્ની સરકાર મજીઠિયાને જાણીજોઇને ફસાવવાનાં પ્રયાસ કરી રહી છે. ગયા મહિને અકાલી દળના અધ્યક્ષ સુખબિર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધુ પર મોટા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે  અકાલી દળના સિનિયર નેતા વિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ ડ્રગ્સ તસ્કરી કેસમાં ખોટા મામલે કેસ નોંધાવવાની અને તેમની ધરપકડ કરાવવા માટે મુખ્યમંત્રી ચરણજીત અને પંજાબ પોલીસ પર દબાણ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).