Face of Nation 21-12-2021: પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ બાદ મામલો ઠારે પડ્યો છે. પરીક્ષાનું પેપર લીક થવા મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગુનો દાખલ થયો છે. આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ અધિકારીઓને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ત્યારબાદ આ મુદ્દે 14 જેટલા આરોપીઓને ઝડપી લેવાયા છે. પાટિલે જણાવ્યું હતું કે ગુનેગારોને એવી સજા થશે કે ભવિષ્યમાં આવો ગુનો ન થાય. આવી ઘટના સમયે રાજકિય પક્ષો વિરોધ કરે તે જરૂરી પણ છે.
સીઆર પાટિલે AAP પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો છાવણીમાં જવાના બદલે ભાજપ કાર્યાલય પર આવીને વિરોધ કર્યો તે યોગ્ય નથી. વિરોધ કરવો જ જોઈએ પણ બેહૂદુ વર્તન યોગ્ય નથી. હું એને સખત શબ્દોમાં વખોડી નાખું છું. જે કોઈ રાજકીય નિમણૂંક થાય છે, તેની સત્તા અધિકારીઓ પાસે રહેલી છે. આ સંસ્થામાં જે ચેરમેન છે. તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સારા કાર્યકર છે. આ બનાવમાં તપાસ કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. અમે કોઈને બચાવવા માંગતા નથી. અમે પેપર લીક કાંડમાં કોઈને બચાવીશું નહીં. યુવાનોને વિશ્વાસ બેસે તે માટે આ કેસમાં ઝડપી કાર્યવાહી માટે કામ કરી રહ્યા છે. આક્ષેપો કરવા સહેલા છે, પુરાવા હોય તો આવીને આપે, તમામ પગલાં ભરીશું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલએ એક મહત્ત્વપૂર્ણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું. કોઈ ઠોસ પુરાવો હજુ સુધી અસિત વોરા સામે મળ્યો નથી. અમે કોઈને પણ બચાવવાનો પ્રયાસ કર્યો નથી. આરોપીઓને કડક સજા મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).