Face of Nation 21-12-2021: પ્રયાગરાજમાં મહિલા સશક્તિકરણ સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 30 લાખ મકાનોની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી 2.5 મિલિયન ઘરો મહિલાઓના નામે નોંધાયેલા હતા. આ મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સદીઓથી મહિલાઓના નામે કોઈ સંપત્તિ નહોતી, પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે. તે મહિલા સશક્તિકરણ છે. તે વિકાસ છે.
પ્રયાગરાજમાં પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓની લગ્ન્ની ઉંમર વધારીને 21 વર્ષ કરી દીધી છે. મોદીએ કહ્યું કે હજુ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પહેલા પુત્રો માટે લગ્નની ઉંમર 21 વર્ષ હતી. પરંતુ દીકરીઓ માટે આ વય 18 વર્ષ હતી. દીકરીઓ પણ ઈચ્છતી હતી કે તેમને ભણતર માટે વધારે સમય મળે. છોકરાઓ સમાન અધિકાર મળે. તેથી દીકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દેશ આ નિર્ણય દીકરીઓ માટે કરી રહ્યો છે પરંતુ તેનાથી કોને તકલીફ થઈ રહી છે તે બધા જોઈ રહ્યાં છે.
बेटियों के लिए शादी की उम्र को 21 साल करने का प्रयास किया जा रहा है। देश ये फैसला बेटियों के लिए कर रहा है लेकिन किसको इससे तकलीफ हो रही है ये सब देख रहे हैं: प्रयागराज में प्रधानमंत्री pic.twitter.com/jRIHCXB2KZ
— ANI_HindiNews (@AHindinews) December 21, 2021
છોકરીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા સંબંધિત બીલ લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પસાર થયું છે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ વિવાહ નિષેધ (સુધારા) બીલ, 2021 રજૂ કર્યું હતું જેમાં છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે. બીલ રજૂ કરતા ઈરાનીએ ક હ્યું કે આપણે આપણા દેશની લોકશાહીમાં વિવાહ માટે મહિલાઓ અને પુરુષોના લગ્ન માટે 75 વર્ષ મોડું કરી દીધું છે.
લોકસભામાં પાસ થયા બાદ આ બીલને વધારે સમિક્ષા માટે સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયું હતું. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે અને ત્યાર બાદ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને જે પછી તે કાયદો બની જશે અને છોકરીઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 થઈ જશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).