Home Politics પેપરલીક કાંડમાં મુશ્કેલી વધતા અસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા

પેપરલીક કાંડમાં મુશ્કેલી વધતા અસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા

Face of Nation 22-12-2021:  હેડ ક્લાર્ક પેપર લીકના કૌભાંડ બાદ પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારે પેપર લીક કેસમાં અસિત વોરાની મુશ્કેલીઓ વધી છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે. એક તરફ વિપક્ષ દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ કરવામા આવી છે. તો આ વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરા સચિવાલય પહોંચ્યા છે. વિવિધ અટકળો વચ્ચે અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવતા ચર્ચા થઈ રહી છે કે શું અસિત વોરાની હકાલપટ્ટી થવાની છે.

હેડ ક્લાર્ક પરીક્ષાના કૌભાંડ બાદ વિપક્ષ દ્વારા અસિત વોરાને હટાવવાની માંગ કરાઈ છે. સતત થતા પેપર લીક કૌભાંડોથી અસિત વોરાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે પાર્ટી આ છબી સુધારવા માટે અને મામલો થાળે પાડવા માટે અસિત વોરાનું રાજીનામુ લે તે જરૂરી બની ગયુ હતું. પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત બાદ બંને વચ્ચેની આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ હતી. જોકે, બંધ બારણે બંને વચ્ચે શુ ચર્ચા થઈ તે હજુ સામે આવ્યુ નથી.

પેપર કાંડમાં સૂર્યા ઑફસેટના માલિક મુદ્રેશ પુરોહિત પર સકંજો કસાતો જઈ રહ્યો છે. મુદ્રેશના કારનામાઓથી પેપર લીકનો સિલસિલો યથાવત છે. મુદ્રેશે 2015 માં રાજસ્થાનનું ક્લાસ 1-2 નું પેપર લીક કર્યું હતું. મુદ્રેશના સૂર્યા ઑફસેટમાંથી જ પેપર લીકની ગંગોત્રી વહે છે તે સાબિત થઈ ગયુ હતું. રાજસ્થાનની પેપર લીકની ઘટનામાં મુદ્રેશે કર્મચારીને બલીનો બકરો બનાવ્યો હતો. સૂત્રોનુ કહેવુ છે કે, કર્મચારીઓને આગળ ધરીને મુદ્રેશ છટકી જવામાં માહેર છે. સૂર્યા ઑફસેટના સુપરવાઈઝર કિશોર આચાર્યના પરિવારજનોએ દાવો કર્યો છે કે, અમને આમાંથી કોઈ પૈસા નથી મળ્યા.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે કહ્યું કે, મધ્યપ્રદેશના વ્યાપમ બાદ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ થયુ છે. કાયદા મુજબ કલાસ 1-2 ની ભરતી જીપીએસસીએ જ લેવી જોઈએ. પબ્લિક સર્વિસ કમિશનના બદલે રાજ્ય સરકારે ભરતી સમિતિ બનાવી છે. વર્ગ-1 માં 8 અને વર્ગ 2 માં 15 અધિકારીઓની ભરતી થવાની હતી. રાજ્ય સરકારના બદલે ખાનગી કંપનીને હાયર કરી પરીક્ષા લેવાઈ હતી. મળતિયા લોકોએ જ પરીક્ષા લીધી છે. 3 નિવૃત્ત કર્મચારીઓને ભરતી કમિટીમાં મૂકાયા છે. પણ કમિટીના ચેરમેન ઇન્ટરવ્યુમાં હાજર ના રહ્યા. પસંદગીમાં અનામતના ધોરણોનું ઉલ્લંઘન કરાયું છે. નિવૃત અધિકારીઓએ મનગમતા ઉમેદવારોને જ વધુ માર્ક્સ આપ્યા છે. કમલમમાંથી લિસ્ટ મળ્યું હતું તેઓને અને રૂપિયા આપ્યા હતા એ ઉમેદવારોને લિસ્ટ સામેલ કરાયા હતા. ડિપાર્ટમેન્ટ પરીક્ષામાં 2 વાર નાપાસ થયેલા કલાસ-1 ની પરીક્ષામાં બીજા નંબર પર રખાયા હતા. ભરતી, ભ્રષ્ટચાર અને ભાજપના સગા ભાઈ-બહેન જેવા સંબંધો છે. હવે ગુજરાતના લોકોને પરીક્ષા પદ્ધતિમાં વિશ્વાસ નથી રહ્યો. સાથે જ કોંગ્રેસ માહિતી ખાતાની સમગ્ર ભરતી રદ કરવા માંગ કરી છે. તમામ પરીક્ષાઓ પબ્લિક સર્વિસ કમિશન લે અને પરીક્ષાની જગ્યાવાળા સીસીટીવી જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).