Face of Nation 22-12-2021: હર્ષ સંઘવીએ પત્રકારો સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મામલે આજે સવારે આ મામલે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરેલી છે અને સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કડક પગલા ભરવામાં આવે અને કચ્છની આ જે ઘટના છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડવામાં આવશે. તો સરકાર પણ કચ્છ બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી લેવામાં આવશે.
કચ્છમાં વહેલી સવારથી સોસીયલ મીડિયામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનું વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે.વાયરલ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિડીયો પૂર્વ કચ્છના દુધઇ ગામનો છે, જ્યાં ગ્રામ પંચાયત ચૂંટણી પરીણામ બાદ કેટલાક લોકોએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા છે.
તપાસ કરતા વાયરલ વીડિયોમાં દેખાતા દુધઇ ગામના અગ્રણી ઈશ્વર પટેલ સાથે વાતચીત કરતા વિડીયો અંગે તેમને જણાવ્યું કે, સૌ પ્રથમ તો આ વિડીયો દુધઇ ગામનો નથી. વાયરલ વીડિયોમાં જે સ્થળ દેખાય છે તે અંજાર તાલુકાની મત ગણતરી કેન્દ્ર કે.કે.એમ.એસ હાઈસ્કૂલ બહારનો છે.અંજાર તાલુકાની તમામ ગ્રામ પંચાયતની મત ગણતરી એકજ સ્થળે હતી.
દુધઇ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થતા અમે સૌ આનંદ સાથે બહાર નીકળ્યા હતા જ્યાં ગેટ બહાર તમામ અન્ય ટેકેદારોએ સરપંચ તેમજ ભારત માતાની જય ના નારા લગાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા નથી કે અમે સાંભળ્યા પણ નથી. ક્ચ્છ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે કોઈ વ્યક્તિ એ કચ્છની કોમીએકતા તોડવા આ વીડિયોમાં મોર્ફ કરી રજૂ કર્યું હોય તો તેવા લોકોને પોલીસ શોધી કાયદેસરની કાર્યવાહી કરે અને તેમાં અમે સૌ પોલીસને સહકાર આપીશું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).