Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો અહીં ક્લિક કરી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો અહીં ક્લિક કરી

Face of Nation 23-12-2021: દેશમાં  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6317 નવા કેસ નોંધાયા છે અને 434 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 6960 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 575 દિવસના નીચલા સ્તર 78,190 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3012 કેસ નોંધાયા છે અને 383 સંક્રમિતોના મોત થયા છે.

22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 65 હજાર 976
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 08 હજાર 926
એક્ટિવ કેસઃ 78 હજાર 291
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 78 હજાર 759

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 236 પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 65 કેસ છે. જે બાદ મહારાષ્ટ્રમાં 64, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 21, કેરળમાં 15, ગુજરાતમાં 14, જમ્મુ-કાશ્મીરમાં 3, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં-આંધ્રપ્રદેશમાં 2-2 તથા ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 1-1 કેસ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).