Home Politics આ શાળામાં થયો કોરોના ‘વિસ્ફોટ’, એક સાથે 29 બાળકો કોરોના પોઝિટિવ

આ શાળામાં થયો કોરોના ‘વિસ્ફોટ’, એક સાથે 29 બાળકો કોરોના પોઝિટિવ

Face of Nation 23-12-2021: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક શાળામાં ઓછામાં ઓછા 29 બાળકોમાં કોવિડ-19 પુષ્ટિ થઈ છે. ત્યારબાદ શાળા સહિત આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે નાદિયા જિલ્લાના કલ્યાણી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના નવમા અને દસમા ધોરણના 29 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના માતા પિતાને આ અંગે જાણકારી અપાઈ છે અને તેમને ઘરે લઈ જવાનું કહેવાયું છે.

કોવિડ-19થી સંક્રમિત મળી આવેલા 29 વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈનની સલાહ અપાઈ છે. કારણ કે તેમનામાં મામૂલી શરદી અને ઉધરસના લક્ષણો છે. કલ્યાણીના ઉપ મંડળ અધિકારી હીરક મંડળે કહ્યું કે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે તથા તમામને આઈસોલેટ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણના કેસમાં કમી આવ્યા બાદ આઠમાથી લઈને 12મા ધોરણ સુધી શાળા ખોલી દેવામાં આવી છે અને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવીને કક્ષાઓ ચાલે છે. જો કે હવે એક સાથે 29 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ શિક્ષકોથી લઈને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે.

ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 236 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 104 લોકો જો કે સાજા થઈ ગયા છે અથવા તો બીજા સ્થળે ગયા છે. આ કેસ 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).