Home Uncategorized ગાય અમારા માટે માતા અને સદાય પૂજનીય છે : પ્રધાનમંત્રી મોદી

ગાય અમારા માટે માતા અને સદાય પૂજનીય છે : પ્રધાનમંત્રી મોદી

Face of Nation 23-12-2021:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે. 10 દિવસમાં આ બીજીવાર બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ સાથે જ પીએમ મોદીએ અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી. પીએમ મોદીએ પિંડરા વિધાનસભાના કરખીયાવમાં જનસભા દરમિયાન લગભગ 2100 કરોડની 27 પરિયોજનાઓ સોંપી. જેમાંથી 5નો શિલાન્યાસ તો 22નું લોકાર્પણ કર્યું. પીએમ મોદીના હસ્તે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાશે. જેનાથી યુપીના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ થશે.

પ્રધાનમંત્રી મોદીએ ત્યારબાદ જનસભા સંબોધી જેમાં તેમણે કહ્યું કે આપણા ત્યાં ગાયની વાત કરવી, ગોબર ધનની વાત કરવી, કેટલાક લોકોએ એવા હાલાત પેદા કરી દીધા છે કે જાણે આપણે કોઈ ગુનો કરી રહ્યા છીએ. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે. પૂજનીય છે.

તેમણે કહ્યું કે બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. રામનગરના દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીના લાખો લોકોને પોતાના ઘરના કાયદાકીય દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે એક જમાનો હતો કે જ્યારે આપણે ગામડાઓમાં ઘર-આંગણામાં ઢોર ઢાંખરના ઝૂંડ જ સંપન્નતાની ઓળખ હતા અને આપણા ત્યાં તો કહેવાતું પણ હતું કે દરેક જણ પશુધન કહે છે. કોઈના દરવાજે કેટલા ખૂંટા છે તેને લઈને સ્પર્ધા રહેતી હતી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગાયો મારી ચારેકોર રહે અને હું ગાયોની વચ્ચે નિવાસ કરું. આ સેક્ટર આપણા ત્યાં રોજગારીનું પણ હંમેશાથી ખુબ મોટું માધ્યમ રહ્યું છે. પરંતુ બહુ લાંબા સમય સુધી આ સેક્ટરને જે સમર્થન મળવું જોઈતું હતું તે પહેલાની સરકારોમાં મળ્યું નહીં. હવે અમારી સરકાર દેશભરમાં આ સ્થિતિને બદલી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર ફક્ત કોરોના રસી મફતમાં નથી આપતી પરંતુ પશુધન બચાવવા માટે અનેક રસી મફત આપી રહી છે. આ જ પ્રયત્નોનું પરિણામ છે કે 6-7 વર્ષ પહેલાની સરખામણીમાં દેશમાં દૂધનું ઉત્પાદન 45 ટકા વધ્યું છે. આજે ભારત દુનિયાનું લગભગ 22 ટકા દૂધ ઉત્પાદન કરે છે. યુપી આજે દેશનું સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય તો છે જ, ડેરી સેક્ટરના વિસ્તારમાં પણ ખુબ આગળ છે.

પીએમ મોદીએ વારાણસીના કારખિગાંવમાં યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ ફૂડ પાર્કમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. 475 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્લાન્ટ આ પ્લાન્ટ લગભગ દોઢથી બે વર્ષમાં બનીને તૈયાર થશે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે લગભગ એક લાખ લોકોને રોજગાર આપશે. જેનાથી ખેડૂતોની હેલ્થ અને વેલ્થ બંનેમાં સુધારો થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).