Face of Nation 24-12-2021: દેશમાં કોરોનાના વધતા કેસને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે ઈલેક્શન કમીશન અને વડાપ્રધાન મોદીને ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ટાળવાની માગ કરી છે.
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું, ‘યુપીમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોરોનાની ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓની ચૂંટણી રેલીઓ પર રોક લગાવે. તેમને કહેવામાં આવે કે ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે. આ પાર્ટીઓની ચૂંટણી સભાઓ તેમજ રેલીઓને રોકવા માટે કડક પગલાં ઉઠાવો. વડાપ્રધાન ચૂંટણી ટાળવા અંગે પણ વિચાર કરે, કેમકે જાન હૈ તો જહાન હૈ.’
જસ્ટિસ શેખર કુમાર યાદવ જેલમાં બંધ આરોપી સંજય યાદવની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યાં હતા. સંજય વિરૂદ્ધ અલ્હાબાદના કેન્ટ એરિયામાં એક કેસ છે. તેઓને ગુરૂવારે જામીન મળી ગયા.
જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું કે આ ન્યાયાલયમાં લગભગ 400 કેસ પેન્ડિંગ છે. આ પ્રકારે દરરોજ કેસ સૂચીબદ્ધ થાય છે. આ કારણે મોટી સંખ્યામાં અધિવક્તાઓ આવે છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા નથી મળતું. તેઓ એકબીજાની એકદમ નજીક જ ઊભા હોય છે, જ્યારે કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. સાથે જ ત્રીજી લહેર આવવાની પણ શક્યતા છે.
હાઈકોર્ટે કહ્યું કે દૈનિક સમાચાર પત્ર મુજબ 24 કલાકમાં 6 હજાર નવા કેસ સામે આવ્યા છે. 318 લોકોના મોત થયા છે. આ સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ મહામારીને જોતા ચીન, નેધરલેન્ડ, આયરલેન્ડ, જર્મની, સ્કોટલેન્ડ જેવાં દેશોએ પૂર્ણ કે આંશિક લોકડાઉન લગાવી દીધા છે. આવી સ્થિતિમાં મહાનિબંધક, ઉચ્ચ ન્યાયાલય અલ્હાબાદને આગ્રહ છે કે તેઓ આવી વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે નિયમ બનાવે. કોર્ટે કહ્યું કે બીજી લહેરમાં અમે જોયું છે કે લાખો લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ અનેક લોકોના મોત પણ થયા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણી અને બંગાળ વિધાનસભા ચૂંટણીને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા. પરિણામે લોકોના મોત નિપજ્યા.હવે ફરીથી UP વિધાનસભા ચૂંટણી આવી રહી છે.આ માટે તમામ પાર્ટીઓ રેલી, સભાઓ કરીને લાખોની ભીડ ભેગી કરી રહી છે.રેલીઓમાં કોઈ પણ રીતે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી.આ વાતને યોગ્ય સમયે રોકવામાં ન આવી તો સ્થિતિ બીજી લહેરથી પણ વધુ ભયાજનક બની શકે છે.આવી સ્થિતિમાં ચૂંટણી પંચને કોર્ટ અપીલ કરે છે કે તેઓ આ પ્રકારની રેલી અને સભાઓ પર તાત્કાલિક રોક લગાવે.ચૂંટણી પંચ દરેક પક્ષને આદેશ કરે કે તેઓ પોતાનો ચૂંટણી પ્રચાર દૂરદર્શન અને સમાચાર પત્રોના માધ્યમથી કરે.જીવન હશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ ભવિષ્યમાં પણ થશે.જીવનનો અધિકારી આપણને ભારતીય બંધારણના આર્ટિકલ 21માં પણ આપવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).