Home Sports હરભજન સિંહે 23 વર્ષની કરિયર બાદ ક્રિકેટને અલવિદા કહ્યું, નિવૃત્તિની જાહેરાત કરી

હરભજન સિંહે 23 વર્ષની કરિયર બાદ ક્રિકેટને અલવિદા કહ્યું, નિવૃત્તિની જાહેરાત કરી

Face of Nation 24-12-2021:  હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ સાથે જ તેની 23 વર્ષની કરિયરનું સમાપન થયું.

41 વર્ષના હરભજન સિંહે લખ્યું કે તમામ સારી ચીજો ખતમ થઈ જાય છે અને આજે હું ખેલમાંથી વિદાય લઉ છું. જેણે મને જીવનમાં બધુ આપ્યું છે, હું તે તમામનો આભાર માનવા ઈચ્છું છું. જેમણે આ 23 વર્ષ લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવી, તમારો હ્રદયપૂર્વક આભાર. હરભજન સિંહ આગામી આઈપીએલ સીઝન માટે કોઈ એક ટીમ સાથે કોચ કે મેન્ટર તરીકે જોડાઈ શકે છે. હરભઝન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી20માં રમી હતી. હરભજન ગત આઈપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો હતો.

ઓફ સ્પિનર હરભજન સિંહે ગત આઈપીએલમાં ફક્ત 3 મેચ રમી હતી જેમાંથી તેને એક પણ મેચમાં સફળતા મળી નહતી. રિપોર્ટ્સ મુજબ હરભજન સિંહ કોઈ પણ આઈપીએલ ટીમ સાથે કોચ કે મેન્ટરની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ આઈપીએલની મેગા ઓક્શનમાં ટીમ માટે તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હરભજન આ અગાઉ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળ્યો હતો.

ટર્બનેટરના નામથી જાણીતા હરભજન સિંહની ગણતરી દિગ્ગજ ઓફ સ્પીનર્સમાં થાય છે. હરભજન સિંહે પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને અનેક મેચો જીતાડી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2001માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં હેટ્રિક પણ લીધી હતી. હરભજન તે સમયે ફક્ત 21 વર્ષનો હતો અને તે મેચ બાદ હરભજન સિંહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો હતો.

હરભજન સિંહની આંતરરાષ્ટ્રીય કરિયર
કુલ ટેસ્ટ- 103,  વિકેટ – 417
કુલ વનડે: 236, વિકેટ: 269
કુલ ટી-20: 28, વિકેટ: 25

લેગ સ્પિનર અનિલ કુંબલે સાથે તેની જોડીએ ટીમ ઈન્ડિયા ઈન્ડિયાને અનેક ઐતિહાસિક જીત અપાવી છે. 2000થી લઈને 2010 સુધી હરભજન સિંહ અને કુંબલેની જોડીએ જ ભારતીય સ્પિનનો મોરચો સંભાળેલો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).