Home Uncategorized વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ મળશે વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી

વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ મળશે વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી

Face of Nation 25-12-2021: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં એન્ટ્રી માટે સંપૂર્ણ વેક્સિનેશન એટલે કે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે. સમિટમાં ભાગ લેનાર દરેકને આ સૂચના ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી રહી છે.

વાઇબ્રન્ટ સમિટમાં કેન્દ્ર સરકારની કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે પણ સૂચના આપવામાં આવી છે. ફેસ માસ્ક ફરજિયાત રાખવાની સાથે બે મીટરના સોશિયલ ડિસ્ટન્સનો અમલ પણ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવાનો રહેશે. જેને કારણે મહાત્મા મંદિરની ક્ષમતા 5 હજારની છે તે જોતા ઘણા ઓછા લોકોને બોલાવાય તેવી શક્યતા છે. સેમિનાર હોલમાં પણ લિમિટેડ લોકોની હાજરી રખાશે.

એકતરફ વાઇબ્રન્ટ સમિટમાં ઓછી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવાની કવાયત ચાલી છે બીજી તરફ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની સંખ્યા વધતી જાય છે. હાલની સ્થિતિએ 9393 લોકોએ વ્યક્તિગત અને 5826 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).