Home Uncategorized હેડ ક્લાર્કની પેપર લીક કાંડ મુદ્દે ધરપકડનો સિલસિલો હજુ ચાલુ, વધુ 3...

હેડ ક્લાર્કની પેપર લીક કાંડ મુદ્દે ધરપકડનો સિલસિલો હજુ ચાલુ, વધુ 3 આરોપી ઝડપાયા

Face of Nation 25-12-2021:  હેડ ક્લાર્કની પરીક્ષા લીક કાંડ મુદ્દે ધરપકડનો સિલસિલો હજુ ચાલુ જ છે. ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડકલાર્ક પેપર લીક મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિદ્યાર્થી અને એક પેપર માટે લી જનારા શખ્સ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ 11 આરોપીઓમાંથી 10 આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પકડાયેલા 20 આરોપીઓમાંથી છ આરોપીઓ રિમાન્ડ નામંજુર થતા તેઓ હાલ સબજેલમાં છે. તો 20 માંથી 14 આરોપીઓ રિમાન્ડ પર છે.

ત્યારે આ કેસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમા હિંમતનગરના છાદરડા, પ્રાંતિજના ઊંછા અને રામપુરાના આ ત્રણેયની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિધાર્થીઓ સામેલ છે તો એક આરોપીએ પેપર માટે લઇ જનારની ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલ ૩ ને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે રજુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આઠ દિવસમાં તપાસમાં પેપર લીક કૌભાંડના આરોપીઓના નામો ખૂલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).