Home Politics પંજાબનો રાજકીય પારો ગરમાયો, ચૂંટણીના મેદાનમાં ઉતરી 22 ખેડૂત સંગઠનોની પાર્ટી

પંજાબનો રાજકીય પારો ગરમાયો, ચૂંટણીના મેદાનમાં ઉતરી 22 ખેડૂત સંગઠનોની પાર્ટી

Face of Nation 25-12-2021:  2022ની શરૂઆતમાં પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ચૂંટણીને લઈને પંજાબનો રાજકીય પારો ગરમાયો છે. રાજકીય પક્ષોએ માત્ર કમર કસી લીધી છે, આ ઉપરાંત પંજાબમાં ખેડૂત સંગઠનો પણ રાજકારણમાં આવવા માટે તૈયાર છે. ત્રણ કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શનમાં સામેલ રહેલા પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય પક્ષની રચના કરી અને જાહેરાત કરી કે તેઓ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે.

તેની જાહેરાત ખેડૂત નેતા હરમીત સિંહ કડિયાને કરી હતી. તેમણે કહ્યું કે આ રાજકીય પક્ષનો ચહેરો ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ હશે. ભારતીય કિસાન યુનિયન ડકૌંદા, ભાકિયૂ લખોવાલ વગેરેએ જણાવ્યું હતું કે તેઓ તેમના બંધારણમાં સુધારો કરીને તેમને તેમના નિર્ણયથી વાકેફ કરશે.

આ 22 ખેડૂત સંગઠનો પંજાબના તે 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે 3 કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ખેડૂત નેતા હરમીત સિંહ કદિયાને કહ્યું કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે.

ચંદીગઢમાં ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રચાયેલી આ નવી પાર્ટીનું નામ ‘સંયુક્ત સમાજ મોરચા’ રાખવામાં આવ્યું છે. 22 યુનિયનોએ આ નિર્ણય લીધો છે. આપણે સિસ્ટમ બદલવાની જરૂર છે અને લોકોને આ મોરચાને સમર્થન આપવા માટે અપીલ કરવા માંગીએ છીએ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).