Home Uncategorized કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, 40 થી 50 વર્ષની મહિલાઓ PM મોદીથી...

કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, 40 થી 50 વર્ષની મહિલાઓ PM મોદીથી પ્રભાવિત

Face of Nation 26-12-2021:  પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા દિગ્વજય સિંહ ફરી એકવાર ચોંકવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જીન્સ પહેરતી અને મોબાઈલનો ઉપયોગ કરતી છોકરીઓ નહીં પરંતુ 40-50 વર્ષની મહિલાઓ જ પીએમ મોદીથી પ્રભાવિત થાય છે.

હાલમાં દિગ્વિજય સિંહના આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધિત કરતી વખતે દિગ્ગવિજય સિંહે આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધીએ એક ખૂબ જ રસપ્રદ વાત કહી હતી જે અમારા મગજમાં ક્યારેય નથી આવી. તેણીએ કહ્યું હતું કે, 40થી 50 વર્ષની મહિલાઓ મોદીથી થોડી વધુ પ્રભાવિત છે, પરંતુ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઈલનો ઉપયોગ કરે છે તે પ્રભાવિત નથી થતી. આ અંગે વાતચીત કરવાની જરૂર છે. મોબાઈલ પર એક્ટિવ યુવતીઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હોય છે, તેથી તે યુવતીઓ સાથે સંપર્ક વધારો.

પીએમ મોદી પર દિગ્વિજય સિંહના આ વિવાદિત નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું કે દિગ્વિજયે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તે સ્ત્રીઓ વિશે આ નિમ્ન સ્તરની વિચારસરણી ધરાવે છે. દિગ્વિજય સિંહ હવે ગાંડપણના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હું સોનિયા ગાંધીને પૂછું છું કે આવી વ્યક્તિને પાર્ટીમાં કેમ રાખવામાં આવ્યા છે? આ એ જ દિગ્વિજય સિંહ છે જેમણે કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા મીનાક્ષી નટરાજન માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓ પૂજનીય અને આદરણીય હોય છે, તેમના નામ પર રાજકારણ કરવું તે શોભા નથી દેતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).