Face of Nation 28-12-2021: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. એક્સપર્ટ્સ આશંકા વ્યક્ત કરે છે કે ભારતમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ભારતમાં ઓમિક્રોનના કેસ હાલ 578 થઈ ગયા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 142 અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 141 કેસ નોંધાયા છે.
આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,531 કેસ નોંધાયા છે. જ્યારે 7,141 લોકો રિકવર પણ થયા છે. હાલ દેશમાં 75,841 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 98.40% નોંધાયો છે.
લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 578 કેસ નોંધાયેલા છે. જેમાં દિલ્હીમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 141 કેસ રિપોર્ટ થયા છે. કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43, તેલંગણામાં 41, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, મધ્ય પ્રદેશમાં 9 અને આંધ્ર પ્રદેશમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે હરિયાણામાં 4, ઓડિશામાં 4, ચંડીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2 તથા લદાખ અને ઉત્તરાખંડમાં ઓમિક્રોનના એક-એક કેસ નોંધાયા છે.
COVID19 | India reports 6,531 new cases and 7,141 recoveries reported in the last 24 hours. Active caseload currently stands at 75,841. Recovery Rate currently at 98.40%
Omicron case tally stands to 578. pic.twitter.com/Am7MvokCm9
— ANI (@ANI) December 27, 2021
કુલ નોંધાયેલા 578 કેસમાંથી અત્યાર સુધીમાં 151 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનનો ભરડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. દિલ્હીમાં આજથી નાઈટ કરફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રાતે 11વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. DDMA એ નાઈટ કરફ્યૂ માટે ઔપચારિક આદેશ બહાર પાડ્યો છે. આગામી આદેશ સુધી દિલ્હીમાં નાઈટ કરફ્યૂ રહેશે. નાઈટ કરફ્યૂ દરમિયાન ફક્ત Essential Workers ને જ ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અને ઈમરજન્સીકેસમાં પણ લોકો રાતે દિલ્હીમાં ઘરમાંથી બહાર નીકળી શકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).