Home News પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનની ધરપકડ , દરોડોમાં મળી હતી 257 કરોડથી વધુ...

પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનની ધરપકડ , દરોડોમાં મળી હતી 257 કરોડથી વધુ રોકડ રકમ

Face of Nation 27-12-2021: કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે વહેલી સવારે તેની અટકાયત કરવામાં આવી હતી અને તેને અહીં સર્વોદય નગર સ્થિત GST ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઈન્ટેલિજન્સ અમદાવાદની ટીમની તપાસમાં રવિવાર રાત સુધી લગભગ 104 કલાક પૂર્ણ થયા છે. પિયૂષ જૈનને ત્યાંથી અત્યાર સુધી કુલ 280 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને હજુ પણ એના અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વેપારીના બંને પુત્રો પણ કસ્ટડીમાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્કસ્ટમ્સના ઇતિહાસમાં આ સૌથી મોટી રોકડ જપ્તીના આંકડા છે.

યુપીના કન્નોજ જિ્લ્લામાંથી પણ પિયૂષ જૈનના ઠેકાણાઓ પર વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં સોના-ચાંદીના ઘરેણા સાથે કોથળા ભરી ભરીને રોકડ મળી આવી હતી. જેનો એક ફોટો પણ સામે આવ્યા બાદ ચર્ચાનું કારણ બન્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પિયૂષ જૈનના પિતૃક ઘરેથી અત્યાર સુધી 103 કરોડ રુપિયા કેશ મળી આવ્યા છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન પિયૂષ જૈનના ઘરમાંથી ભોયરું અને એક ફ્લેટમાંથી 300 ચાવીઓ મળી આવી છે.

નોંધનીય છે કે, ગુરુવારે ડીજીજીઆઇ અને આવક વેરા વિભાગની ટીમે કન્નોજના અત્તરના વેપારી પિયૂષ જૈનના કાનપુર સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તિજોરીઓમાંથી એટલા પ્રમાણમાં રોકડ મળી આવી કે ગણવા માટે મશીન મંગાવવુ પડ્યુ હતુ.

અમદાવાદની ડીજીજીઆઇ ટીમે એક ટ્રકને પકડી હતી. જેમાં જઇ રહેલો સામાનનું બિલ નકલી કંપનીઓના નામે બન્યા હતા. બધા બિલ 50 હજારથી ઓછી કિંમતના હતા જેથી Eway Bill ભરવુ ના પડે. જે પછી ડીજીજીઆઇએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી એજન્સીને 200થી વધારે નકલી બિલ મળ્યા હતા. આ સ્થળે દરોડા પાડવા દરમિયાન એજન્સીને પિયૂષ જૈન અને નકલી બિલો વચ્ચે કનેક્શન મળી આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).