Face of Nation 27-12-2021: વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણી પહેલા ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે અને એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ પરિણામો પંજાબ ચૂંટણીનું ટ્રેલર છે.
ચંડીગઢમાં કુલ 35 સીટો છે જેમા તમામ બેઠકો પર પરિણામો આવી ગયા છે. આ પરિણામોમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે, ભાજપ બીજા નંબર પર છે. આદમી પાર્ટી 14, ભારતીય જનતા પાર્ટી 12 જ્યારે કોંગ્રેસ 8 અને અકાલી દળને 1 સીટ પર જીત મળી છે. આ પરિણામોને પંજાબની ચૂંટણીની સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. આપ નેતાઓ પણ કહી રહ્યા છે કે હવે 2022માં સરકાર પાક્કી જ સમજો.
નોંધનીય છે કે હાલમાં જ ABP-C વોટરનો એક સર્વે સામે આવ્યો છે જેમા 32 ટકા વોટ સાથે આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની રહી છે. એવામાં અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણીમાં કોઈ મોટો કમાલ કરી શકે છે.
ભારતીય જનતા પાર્ટીના મેયર રવિકાંતને આમ આદમી પાર્ટીના દમનપ્રીતે મહાત આપી હતી(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).